अमरेलीगुजरातदाहोदमहुवावडोदरासूरत

વલભીપુર ના નવાગામ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પાવભાજી ખાતા ઝાડા ઉલટી 30 થી 40 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ

પ્રાથમિક શાળામાં દાતા તરફથી બાળકોને પાંઉભાજી ખવડાવવામાં આવી હતી

નવાગામ(લો) શાળામાં પાંઉભાજી ખાધા બાદ 40 બાળકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિ. ખસેડાયા

વલભીપુર સરકારી હોસ્પિ.માં બાળકોને સારવાર આપવા માં આવી હાજર પર ડોક્ટર શ્રી સોલંકી સાહેબ તેમજ વલભીપુર હોસ્પિટલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી છે ડોક્ટર શ્રી તેમજ હોસ્પિટલના સ્ટાફ ની સુંદર કામગીરીથી આગેવાનો તેમજ ડોક્ટરની ટીમને બિરદાવી છે કારણ કે ક્યારેય પણ કયો વસ્તુ થાય ત્યારે તરત ભાવનગર રિફર કરવામાં આવે છે પણ ડોક્ટર સાહેબની આગવાની નીચે સંપૂર્ણ વિદ્યાર્થીઓ સારવાર નીચે છે એક પણ વિદ્યાર્થીઓને ભાવનગર કે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા નથી વલભીપુર તાલુકાનું આ પહેલું ઉદાહરણ છે.

Related Articles

 

વલભીપુર તાલુકાના નવાગામ લોલિયાણા પ્રાથમિક શાળામાં દાતા તરફથી બાળકો માટે પાંઉભાજીનું ભોજન અપાયુ હતુ. આ પાંઉભાજી ખાધા પછી 35થી 30કરતા વધુ વિદ્યાર્થીઓએને પેટમાં દુઃખાવો તેમજ ઝાડા ઉલ્ટી શરૂ થઇ ગયા હતાં ત્યારબાદ જેમ જેમ સમય પસાર

થતાં એક બાદ એક વિદ્યાર્થીઓને વોમીટ શરૂ થતા એવા 14 થી 16બાળકોને એમ્બ્યુલન્સ મારફતે વલભીપુર સરકારી હોસ્પિટલ

લાવવામાં આવ્યા હતા અને હાલમાં તમામ બાળકો સારવાર લઈ રહ્યા છે.

આ ઘટનાની જાણ થતા જ વલભીપુર

તાલુકાના પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ, વલભીપુર મામલતદાર કે.જી. પરમાર, ગોપીરાજસિંહ, એ.પી.એમ.સી. ચેરમેન અને પાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં અને જરૂરી સેવા માટે ખડે પગે રહ્યાં હતાં તેટલુ જ નહી એક મેડીકલ ટીમ નવાગામા(લો) ખાતે રવાના કરવામાં આવી હતી. હાલ તમામ બાળકોની સારવાર શરૂ છે અને હજુ સુધી એકપણ બાળકને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ નથી.

Show More
Back to top button
error: Content is protected !!