A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातबाराबंकी

*મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ* *** *જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ* *** *મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬*

*મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ*
***
*જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ*
***
*મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬*

મહેસાણા જિલ્લામાં વિવિધ ઓઇલ માર્કેટીંગ કંપનીઓને સંલગ્ન ગેસ એજન્સી ધારકોની કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટરશ્રી જે.કે.જેગોડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી.

Related Articles

મહેસાણા જિલ્લાના ૧૦ તાલુકામાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં જોડાયા હતા. જેમાં HPCL ની ૧૬, IOCL ની ૧૧ અને BPCL ની ૧૧ ગેસ એજન્સીઓનો સમાવેશ થાય છે. બેઠકમાં IOCL, HPCL અને BPCL ના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

રાજ્ય સરકારની સૂચનાઓને અનુસરી મહેસાણા જિલ્લામાં LPG સિલિન્ડરોનો બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી ન થાય તેની તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન માટે તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે.

બેઠક દરમિયાન ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ અને નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ગ્રાહકોને પૂરતો જથ્થો સમયસર મળી રહે તે માટે ગેસ એજન્સીઓએ ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું.

આ બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરીંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તેમજ ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી હતી.
સંબંધિત સેલ્સ ઓફિસરો દ્વારા જણાવાયું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઇ અછત નથી. કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ સંબંધિત ઓઇલ માર્કેટીંગ કંપનીઓ કામગીરી કરશે. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.

જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઇ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા પણ જાહેર જનતાને આ બાબતે ચિંતા ન કરવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
***

Show More
Back to top button
error: Content is protected !!