
વૃદ્ધને તાવ તેમજ ઠંડી લાગવાની ફરિયાદ સાથે શ્રઘ્ધા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઝવે રોડ પાસે ની સેરાનીટી હોમ્સમાં રહેતા ૬૦ વર્ષીય હીરજીભાઈ ભાણાભાઈ ગોંડલીયા હીરાનું કામકરી બે પુત્રો સાથે રહેતા હતા. હીરજીભાઈ ને મંગળવારે તાવ અને ઠંડી લાગી આવતા પરિવારજનો દ્વારા ધનમોરા ચોકડી પાસે ની શ્રધ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એમડી ડૉ. ભાવેશભાઈ ચોહાણ દ્વારા તપાસ બાદ રિપોર્ટ કરાવતા દર્દીને ઝેરી મલેરિયા હોવાનુ જાણવા મળ્યુ હતું. દાખલ થયા બાદ હીરજીભાઈ ની તબિયત વધારે ખરાબ થતાં ડૉ. ભાવેશભાઈ એ નર્સ ને ફોન પર ઊંઘની ગોળી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ બુધવારે વહેલી સવારે હીરજીભાઈ નું મૃત્યુ થયું હતું. પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હીરજીભાઈ ને પેશાબમાં ભરાવો થઈ ગયો હોવા છતાં ડોક્ટરે તેની કોઈ સારવાર ન આપી અને રાત્રે ફોન પર સ્ટાફ સાથે વાત કરી ને ઊંઘ ની ગોળી આપી સામાન્ય સારવાર કરતાં તેઓનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. આશરે ૭ કલાક જેટલી આક્ષેપબાજી ચાલી હતી તે દરમિયાન પોલિસે વચ્ચે પડી હીરજીભાઈ નું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી રિપોર્ટમાં તબીબ ની બેદરકારી જણાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવાની બાહેંધરી આપતા પરવારે મૃતદેહ સ્વિકાર્યો હતો. પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમના મોત નું કારણ જાણવા મળશે તેવું પોલિસે જણાવ્યુ હતું. આ તરફ ડોક્ટર ભાવેશભાઈ નું કહેવું છે કે અમારી હોસ્પિટલ તરફથી કોઈ બેદરકારી થઈ નથી. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ જે કાર્યવાહી કરશે તે અમને મંજૂર છે. આમાં અમારી કોઈ ભૂલ દેખાતી નથી.