A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ સખેશ્વર ખેડૂતો અને પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી બની સક્રિય: ફરિયાદી સાથે રૂપિયા ત્રણ લાખ 17 હજારની છેતરપિંડીની થઈ હોવાની ઘટના..

પાટણ સખેશ્વર
ખેડૂતો અને પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી બની સક્રિય: ફરિયાદી સાથે રૂપિયા ત્રણ લાખ 17 હજારની છેતરપિંડીની થઈ હોવાની ઘટના..

શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણ લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરનાર ચાણસ્મા તાલુકાના બે ઈસમ વિરુદ્ધ હારીજ સિવિલ કાર્ટમાં ચેક રીટર્નની ફરિયાદ નોંધાઈ

બંને ઈસમો પશુપાલકોને વિશ્વાસમાં લઈ ભેંસો ખરીદી કરી ફ્રોડ ચેક આપી છેતરપીંડી કરતા હોવાના અનેક ગુનાહિત ઈતિહાસ પોલીસના ચોપડે નોંધાયા છે

પાટણ જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી બની સક્રિય બની છે.શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણ લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરવામાં આવિ હોવાની વિગત સામે આવી છે.ત્યારે આ ઘટના ને પગલે ચાણસ્મા તાલુકાના બે ઈસમ વિરુદ્ધ હારીજ સિવિલ કાર્ટમાં ચેક રીટર્નની ફરિયાદ નોંધાઈ છે.

Related Articles

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેધા ગામના ભરતજી ભગાજી ઠાકોર જીતોડા ગામના દરબાર લલુભા બચુભા નામના ઈસમોએ મૂળ સુઇગામ તાલુકાના બેનપ ગામના વતની જાખેસરા દિનેશભાઇ બબુભાઈ જેઓ છેલ્લા ઘણા સમયથી શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે વસવાટ કરી પશુપાલન વ્યવસાય સાથે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ તારીખ ૧૨.૧.૨૦૨૪ ના રોજ લાલુભા નામના ઇસમે ભેંસો ખરીદી કરી 1.97000 નો ચેક આપ્યો હતો જ્યારે બીજી બે ભેંસો ભરતજી ભગાજી ઠાકોરે ખરીદી કરી એક લાખ વીસ હજારનો HDFC બેન્કનો ચેક આપ્યો હતો. ફરિયાદી બેંકમાં ચેક વટાવવા જતા ચેક બાઉન્સ થતા ફરિયાદી દિનેશભાઇ સાથે રૂપિયા ત્રણ લાખ 17 હજારની છેતરપિંડીની થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના સેધા ગામના ઠાકોર ભરતજી ભગાજી જીતોડા ગામના દરબાર લલુભા બચુભા નામના ઈસમોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ભેંસો ખરીદીનો ધધો કરતા હોવાની ઓળખ ઉભી કરી ફરિયાદીને વિશ્વાસ આપી ભેંસોની ખરીદી કરી ચુકવવાની રકમ પેટે બંને ઈસમોએ અલગ અલગ રકમના ચેક આપી ભેંસો ખરીદી કરી હતી ફરિયાદી દિનેશ જાખેસરા ચેક વટાવવા બેંકમાં જતા ભેંસ ખરીદી કરનાર ઇસમોના ખાતામાં રૂપિયા ન હોવાથી ચેક બાઉન્સ થતા ફરિયાને શંકા ઉપજતા ફરીયાદીએ તપાસ કરતા પોતાની સાથે બને ઈસમોએ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું ફરિયાદી દ્વારા ભેંસ વેચાણ લઈ જનાર ઇસમોનો અનેક વાર ટેલિફોનિક સંપર્ક કરતા ઈસમો દ્વારા યોગ્ય જવાબ ના આપતા ફરિયાદી દિનેશભાઇ જાખેસરા એ બને ઈસમો ચાણસ્મા તાલુકાના સેધા ગામના વતની ભરતજી ભગાજી ઠાકોર,જીતોડા ગામના વતની લલુભા બચુભા દરબાર વિરુદ્ધ હારીજ નામદાર કોર્ટમાં બને વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!