
- e4c0c60a-3b9b-49e1-abf6-76d89f34591f
- ગાધકડા નું ખુબજ પ્રાચીનશંકર ભગવાન (શિવાલય ) નું મંદિર ફૂલઝાડ નદી ના કાંઠે અને પ્રકૃતિ ખોલે આવેલ છે
- આજથી (25 જુલાઈ) શિવભક્તો માટેના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે. શુક્રવારથી શ્રાવણ માસનો આરંભ થવાથી વરસાદના સરવડા રહેશે. આ વખતે પવિત્ર શ્રાવણ માસ ગત વર્ષ કરતાં એક અઠવાડીયું વહેલાં પ્રારંભ થયો છે. 23 ઓગસ્ટે અમાસ છે એટલે કે આ દિવસે શ્રાવણ મહિનાનો પૂર્ણ થવાનો છે.
- શિવજીને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે? શ્રાવણમાં અન્ય દેવી-દેવતાઓની સરખામણીમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે. આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી. તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઇચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો પણ છે. પહેલું, આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું. બીજું, દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યાં હતાં.
- શિવ પુરાણની વિદ્યેશ્વરસંહિતાના અધ્યાય 16માં શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે. આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે.
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय॥ આજથી શરૂ થતા દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર ‘શ્રાવણ માસ’ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. શ્રાવણ માસ આપ સૌનાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ સ્વાસ્થ્ય લઇને આવે એવી ભગવાન શિવજીનાં ચરણોમાં પ્રાર્થના🙏🏻🙏🏻🙏🏻
– અખંડભારત ના પત્રકાર હાર્દિક ચંદારાણા દ્વારા આપ સૌવ ને પવિત્રશ્રવણ માસ ની શુભકામના …આભાર સર્વો મિત્રો નો
🙏🏻🙏🏻🙏🏻