
રાજકોટ આજે ફરી 4.00 વાગે વરસાદ નું જોરદાર આગમન થયું
ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું ફરી જામી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે રાજકોટ, સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
રાજકોટના અનેક વિસ્તારો વરસાદ વરસ્યો હતો, જેમાં નાનામૌવા રોડ , મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા . અસહ્ય ગરમી બાદ ફરીમેઘ રાજા બેટીંગ ચાલુ કરી છે લોકો માં ફરી ખુશી નો માહોલ ….
– હાર્દિક ચંદારાણા