પાટણ જિલ્લાના રાધનપુરમાં દિવસેને દિવસે વધતો તસ્કરોનો તરખાટ…
રાધનપુરમાં તસ્કરોએ એક ઘરને નિશાન બનાવ્યું, તિજોરીમાંથી રૂા. 73000 ની ચોરી કરી પલાયન થયા

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધતો હોય તેવું જોવા મળી રહ્યું છે. રાધનપુરની ભક્તિનગર સોસાયટીનાં એક ઘ૨ની તિજોરીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો અંદરથી રૂ. 30,000 સોનાનો દોરો, રૂ. 8000 ની પગની ઝાંઝરી, રૂ.10,000ની સોનાની બુટ્ટી અને રૂ. 25,000ની રોકડ રકમ મળી રૂ. 73,000 દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા.
આ અંગેની મળતી માહિતી પ્રમાણે રાધનપુરની ભક્તિનગર સોસાયટીમાં ૨હેતાને મૂળ સમીનાં ધધાણા ગામનાં વતની અને હાલમાં રાધનપુરમાં મેડિકલ સેલ્સમેન તરીકે કામ ક૨તા મયંકભારથી રણછોડભારથી ગોસ્વામી તા. 8 મીને શુક્રવારે રાત્રે પરિવાર સાથે ઘરની અગાશીમાં સુતા હતા. વહેલી સવારે મયંકભારથી છત પરથી નીચે આવતાં તેમનાં ઘરનો દ૨વાજો ખૂલ્લો જોતાં ઘરમાં જોતાં સરસમાન વેરવિખેર પડેલો હતો અને તિજોરી પણ ખૂલ્લી પડેલી જોઈ હતી.
તેમણે તિજોરીમાં તપાસ કરતાં તસ્કરો અંદરથી રૂ. 30000 સોનાનો દોરો, રૂ. 8000ની પગની ઝાંઝરી, રૂ. 10000ની સોનાની બુટ્ટી અને રૂ. 25000ની રોકડ રકમ મળી કુલ રૂ. 73000ની મતાની ચોરી કરીને લઈ ગયા હતા. જે અંગે તેમણે ફરીયાદ નોંધાવી હતી.