A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ જિલ્લાના મસાલી સુઈગામ હાઇવે માર્ગ પર થી પસાર થતાં ટેન્કર મા અગમ્ય કારણોસર આગ ભભૂકી

પાટણ જિલ્લાના મસાલી સુઈગામ

હાઇવે માર્ગ પર થી પસાર થતાં ટેન્કર મા અગમ્ય કારણોસર આગ ભભૂકી

ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી  આગ પર કાબુ મેળવી જાનહાની ટળતા લોકોએ હાથકારો અનુભવ્યો

પાટણ જિલ્લાના  રાધનપુર નેશનલ હાઈવે પરના મસાલી – સૂઇગામ હાઇવે માગૅ પર બુધવારે એક દુર્ઘટના સર્જાઈ હતી જે દુધૅટનામા  માગૅ પરથી પસાર થઇ રહેલ ટેન્કર કોઈ કારણસર આગ ભભૂકી ઊઠતા આગની લપેટમાં ટેન્કર ભડભડ સળગતા હાઈવે માગૅ પર અફડા તફડી મચી જવા પામી હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડ ટીમે ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા અને જાનહાની ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ ઘટનાની મળતી હકીકત મુજબ બુધવારના રોજ પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે પરના મસાલી- સુઈગામ માર્ગ પરથી પસાર થઈ રહેલ હેવી ટેન્કરમાં અગમ્ય કારણોસર આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આ આગની જ્વાળાઓમાં ટેન્કર પર ભડભડ સળગતા હાઇવે પર પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ પોતાના વાહનો રોડ સાઈડ પાકૅ કરી ગ્રામજનોની મદદથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી  આગને કાબુમાં લીધી હતી.

જોકે ટેન્કરમાં લાગેલી આગના કારણે કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ હતો. ટેન્કરમાં આગ લાગવાનું કારણ જાણવા હાલમાં તપાસ ચાલી રહી હોવાનું સ્થળ પરના લોકો એ જણાવ્યું હતું.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!