
વડોદરાના સમિયાલમાં અસામાજિક તત્વો બેફામવડોદરાના સમિયાલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સમિયાલા ગામે લાખા ભરવાડ નામના શખ્સની દાદાગીરી સામે આવી છે.પાંડોશીએ થાંભલો પોતાની હદમાં લગાવવાની ના પાડતા તેને વૃદ્ધા પર લાકડીથી હુમલો કર્યાનું સામે આવ્યું છે. પાડોશી અને પત્નીને માર મારતા પતિ-પત્નીને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે ભોગ બનનાર પરિવારે અનેક વાર પોલીશને જાણ કરી છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી વારંવાર ઝઘડાથી કંટાળીને ભોગ બનનાર પરિવારે આત્મ હત્યા કરવાની ચિમકી આપી છે.