
સુરત શહેર નાં કારગીલ ચોક વિસ્તારમાં આવેલ જય હસમુખા ડેરી એન્ડ બેકરી માં સુમુલ નુ નકલી ઘી નું વેચાણ કરવામાં આવી રહ્યું હોય તેથી સુમુલ ડેરીની ફરિયાદ નાં આધારે પોલીસે ડેરી ઉપર રેડ પાડી સુમુલ શુધ્ધ ઘી નો ડુપ્લીકેટ જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ડેરીના માલીક ની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લીકેટ શુધ્ધ ઘી નાં એક લીટર નાં અને ૫૦૦ ml નાં આઠ પાઉચ મળી કુલ ૩૫૧૦ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરી ડુપ્લીકેટ ઘી નાં સપ્લાયર પ્રતીક ઠક્કરને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે.