A2Z सभी खबर सभी जिले कीगुजरात
Trending

બોડેલી તાલુકાના ગાજીપુરા ગામે ધારાસભ્ય અભેસિંહ તડવીના અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

મહાનુભાવો દ્વારા વિકાસ રથનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે. વિકાસ સપ્તાહ ૨૦૨૫ના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગાજીપુરા ગામે ધારાસભ્ય અભેસિંહ તડવીના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોએ ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી એચ જે ચાવડા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સરપંચ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

 

Show More
Back to top button
error: Content is protected !!