છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર અને સોયાબીન પાકને નુકસાન થયું છે. જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વરસાદથી નુકસાન થયેલ ખેતરની મુલાકાત લીધી હતી. તેઓએ ખેતરમાં ઉભા પાકને થયેલ નુકશાન અંગે ખેડૂતો સાથે સીધો સવાંદ કરી તેમની રજૂઆત સાંભળી હતી. નોંધનીય છે કે આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં ૨૨૩૦૦ હેક્ટરમાં ડાંગર અને ૨૩૫૨૩ હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મુલાકાત દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી બી એસ પંચાલ, મદદનીશ ખેતી નિયામક કૃણાલ પટેલ, તલાટી, ગ્રામસેવક અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.