A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

ઉત્રાણ મા બે લાખ નો દારૂ ઝડપાયો

પંદર ફુટ ઊંડા ખાડામાં દારૂ સંતાડી ને રાખવામાં આવ્યો હતો

સુરત પીસીબી નાં સ્ટાફને બાતમી મળી હતી કે ઉત્રાણ ખાતે મોટાવરાછા માં આવેલા ખરીફળીયા માં મહિલા બુટલેગરે તેના ઘરમાં દારૂ છુપાવ્યો છે. ઘરેથી તે દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પિસીબી અને ડિસિબી એ સાથે મળીને ઓપરેશન હાથ ધરી ને મહિલા બુટલેગર નાં ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલિસે ઉત્રણનાં ખરીફળિયામાં ઘર નંબર ૨૩ માં રહેતી ચંપા રાજુ પટેલ ના ઘરે દરોડા પાડ્યા હતાં. ચંપા અને તેનો પુત્ર પંકજ ઉર્ફે પિયુષ ઘરે થી દારૂ વેચતા હોવાની બાતમી હતી. પોલિસે જ્યારે રેડ કરી ત્યારે દારૂ સંતાડવાની જગ્યા જોઈ ને ચોંકી ગઇ હતી. બુટલેગરે દારૂ તેના ઘરમા અને વાડામાં અને બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટ ની જગ્યામાં ઊંડા ખાડામાં દારૂ સંતાડી ને રાખ્યો હતો. અને ઘરમાંથી જ છોરિચૂપી થી દારૂ નું વેચાણ કરવામાં આવતું હતું. પોલિસે ભારતીય બનાવટની અલગ અલગ કંપની ની અને વિદેશી દારૂ ની વ્હિસ્કી, વોડકાની સીલબંધ ૧,૯૮,૦૦૦ ની કિંમતની ૧૭૨૮ નંગ બોટલ પકડી પાડી હતી પોલિસે મહિલા બુટલેગર ચંપાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે તેનો પુત્ર પંકજ ઉપરાંત માંગીલાલ કાનાભાઈ ગુજ્જર અને વિનોદ મારવિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Show More

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!