
રાજકોટમાં શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. અહીંના નાનામોવા રોડ પર સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોન માં આગ લાગતાં દુર્ઘટના સર્જાતા 12 બાળકો સહિત 27 લોકોના મૃત્યુ નિપજયા હોવાનુ તેમજ અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ હજુ મૃતાંક વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગમઝોન અગ્નિકાંડ ની આ દુર્ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડયા છે અને ફાયર એનોસિ વગરના રાજ્યના તમામ ગેમિંગ ઝોન બંધ કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે. આ ઘટનામાં 30 જ સેકન્ડમાં 27 જિંદગી રાખ થઈ જવા પામી હતી. કહેવાય છે કે ગમઝોનમાં ઇમરજન્સી અક્ઝિટ ગેટ જ ન હતો. આગની દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકોના દેહ જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે તેમની ઓળખ વિધિ કરવી શક્ય ન હતી. ભીષણ આગને લીધે મોટા ભાગના મૃત દેહો બળીને રાખ થઈ ગયા હતા જેઓની ઓળખ વિધિ માટે ડીએનએ ટેસ્ટ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો.