A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

વરાછા રોડ પર ટેમ્પોમાં લાગી આગ

ચાલુ ટેમ્પોમાં આગ લાગી

જણવા મળતી માહિતી મુજબ વરાછામાં હીરાબાગ નજીક ગંગેશ્વર સોસાયટી માંથી એક કેમિકલ ભરેલા કેરબા સાથેનો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે બપોરના સમયે આ ટેમ્પો માં આગ લાગતા ભય ફેલાયો હતો. એટલુજ નહિ જ્યાં થી આ ટેમ્પો પસાર થતો હતો ત્યાં રણછોડ વાણિયાવાલા નામના રહીશ નાં મકાનને પણ આગ લાગી જવા પામી હતી. તેથી આ મકાનનો ગ્રાઉન્ડ ફ્લોર, પહેલો માળે રહેતા ભાડુઆત વિપુલભાઈ મોચી અને બીજા માળના ભાડુઆત રમેશભાઈ ચૌહાણ નાં રૂમ સુધી આગ પહોંચી ગઈ હતી. કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર બ્રિગેડ ને જાણ કરતા કાપોદ્રા, કતારગામ, પુણા, ઘાચી શેરી, મોટા વરાછા અને ડુંભાલ સહિત નવ જેટલા ફાયર સ્ટેસનોથી ફાયર નો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

Show More
Back to top button