A2Z सभी खबर सभी जिले कीगुजरात

જોટવડ ગામમાં નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો — મામલતદારને આવેદનપત્ર

“પાણી વગર યોજના પૂર્ણ, લાખો રૂપિયાનો ગોટાળો!”

પંચમહાલ જિલ્લાની જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના ગ્રામજનો દ્વારા નળ સે જળ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જાંબુઘોડા મામલતદારને લેખિત આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસ તથા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. ગામજનોનું કહેવું છે કે વર્ષ 2021–22 દરમ્યાન સરકાર દ્વારા ગામમાં નળ સે જળ યોજના અંતર્ગત અંદાજે ₹15 થી ₹16 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. કોન્ટ્રાકટર દ્વારા ખોટા દસ્તાવેજો અને ફોટાઓ રજૂ કરી સરકારની રકમ ઉપાડી લેવાઈ હોવાનું ગામજનો આક્ષેપ કરે છે. તલાટી પાસે માહિતી માંગતા પાણી સમિતિના બેંક ખાતાની વિગતો ન હોવાની માહિતી પણ સામે આવી છે. આ મામલે સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી જયેશકુમાર દિનુભાઈ બારીયા સાથે ગામજનો ભેગા થઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

 

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમાં નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ગામજનો દ્વારા આ અંગે આજે જાંબુઘોડા મામલતદારને લેખિત આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસ તથા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Show More
Back to top button
error: Content is protected !!