
સાવરકુંડલા તાલુકાના શ્રી ગાધકડા પ્લોટ પ્રાથમિક શાળા માં અભ્યાસ માટે ડિજિટલ માધ્યમ દ્વારા બાળકો ઘરે અને શાળામાં ઉપયોગ કરી શકે તેવા શુભ આશયથી અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન દ્વારા “દીપ શાળા પ્રોજેક્ટ” અંતર્ગત છેલ્લા ચાર વર્ષથી ધોરણ ૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંદાજિત ₹ 20,000 ની કિંમત નું ટેબલેટ વિથ કીપેડ અને બોક્સ કવર સેટનો વિતરણ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રજનીભાઈ ડોબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા શ્રી મુકુદ દાદા જાની, સરપંચ પ્રતિનિધિ શ્રી જયંતીભાઈ કલાણીયા, શ્રી વિઠ્ઠલભાઈ જીયાણી, શ્રી ભરતભાઈ કાછડીયા, શ્રી કકુભાઈ હિરાણી, શ્રી જીતુભાઈ ખુમાણ, શ્રી બાલુભાઈ બોરડ,શ્રી અજીતભાઈ જેબલિયા, સી.આર.સી શ્રી મયુરભાઈ દેસાઈ, પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી વિનોદભાઈ વિંઝુડા ,સહિત ગામના આગેવાનો શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ અને બાળકો સાથે વાલીગણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – હાર્દિક ચંદારાણા (રાજકોટ ) થી અખબાર યાદી માં જણાવેલ છે