A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો પહેલા પોતાના વીજ વપરાશનું બિલ સીટી વનમાં પાવર હાઉસ ખાતે સરળતાથી ભરી શકતા હતા પરંતુ

પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો પહેલા પોતાના વીજ વપરાશનું બિલ સીટી વનમાં પાવર હાઉસ ખાતે સરળતાથી ભરી શકતા હતા પરંતુ

સીટી વન ની ઓફિસ પાવર હાઉસ ખાતે સદંતર બંધ કરીને હાઇવે વિસ્તારમાં લઈ જતા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને સહી ઝુંબેશ હાથ ધરી પાવર હાઉસ ખાતે કાર્યરત સીટી વન ખાતે વીજ બિલના નાણા સ્વીકારવાનું કાઉન્ટર ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકોની આ માંગને પણ યુજીવીસીએલ કંપની દ્વારા ફગાવી દેવામાં આવતા પશ્ચિમ વિસ્તારના લોકો માટે જુનાગંજ વિસ્તારમાં આવેલા અમરતકાકા કોમ્પ્લેક્ષના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ પાટણ વીજ બિલના નાણા ભરવા માટે આશીર્વાદરૂપ સમાન બની રહી હતી.

પરંતુ આ વીજ કંપનીની મંડળીનું ત્રણ વર્ષ પૂર્ણ થતા તેઓનું લાઇસન્સ રીન્યુ કરવામાં ન આવતા છેલ્લા એક મહિનાથી સિનિયર સિટીઝનો સહિત પશ્ચિમ વિસ્તારના લોકો વીજ બિલના નાણા ભરવા માટે ત્રાહિમામ પોકારી ઊઠયા હતા અને તેઓને ના છૂટકે આવી અસહ્ય પડી રહેલી ગરમીમાં હાઇવે વિસ્તાર તરફ જવાની ફરજ પડી હતી. ત્યારે આ મામલે સમાચારો પ્રકાશિત થતા યુ જી વી સી એલ કંપની દ્વારા વીજ મંડળી નું લાયસન્સ રીન્યુ કરી દેવામાં આવતા ફરીથી જુનાગજ વિસ્તારમાં વીજ બિલ લેવાનું શરૂ કરવામાં આવતા સિનિયર સિટીઝનો સહિતના લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

અને આ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી પાટણમાં કામ કરતા અશોકભાઈ પટેલ ની કુનેહ અને ઝડપના કારણે ગ્રાહકોને પણ સરળતાથી પોતાના વીજબિલના નાણા ભરવામાં સરળતા રહેતી હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું.

Related Articles

યુજીવીસીએલ ના કર્મચારીઓ ની ક્રેડિટ કો.ઓપ સોસાયટી ને વીજ બિલ સ્વીકારવા માટે યુજીવીસીએલ મેનેજમેનટ તરફથી વીજ બિલ સ્વીકારવા માટે ગ્રાહકો ને પડતી અગવડતા ને ધ્યાને રાખી તાત્કાલીક મંજૂરી આપી દેવામાં આવેલ છે. ત્યારે  ચતુર્ભુજ બાગ ની પાસે આવેલ આ વીજ કલેક્શન સેન્ટર માં પાટણ શહેર-1, પાટણ શહેર-2 અને પાટણ ગ્રામ્ય ના વીજ બિલ સ્વીકારવામાં આવશે.તેવુ સુત્રોએ જણાવ્યું હતું.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!