गुजरात

પાલિકા તંત્ર શહેર અને હાઇવે વિસ્તારમાં વધી રહેલા ગેરકાયદેસરના દબાણનો તાત્કાલિક ધોરણે દૂર કરે તેવી માંગ

પાટણ નગરપાલિકા ની રહેમ દ્રષ્ટિએ પાટણ શહેર અને હાઇવે માર્ગ પર વધી રહેલા ગેરકાયદેસર ના દબાણો હાઈવે વિસ્તારમાં વધી રહેલા દબાણને લઈને ટ્રાફિકની સમસ્યા સાથે સાથે અકસ્માતની સંભાવનાઓ પણ પ્રબળ બની

 

પાટણ નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને લઈને પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ હાઇવે માર્ગ ઉપર ગેરકાયદેસરના દબાણોનો રાફડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગેરકાયદેસરના દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યાસાથે સાથે અકસ્માતની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે. ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી  બહારના નાકાં ઓ સહિત હાઇવે માર્ગો પર વધી રહેલા ગેરકાયદેસરના દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે સંભવિત અકસ્માતની સમસ્યાઓને પણ નિવારવા પ્રયત્નશીલ બને તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે.

પાટણ નગરપાલિકાની રહેમ દ્રષ્ટિ ના કારણે શહેરની સોસાયટી વિસ્તારના નાકા પર કેટલાક દબાણ કારો દ્વારા લારી,ગલ્લા અને કેબીનો મૂકીને લોકોની સમસ્યામાં વધારો કરી રહ્યા છે.તો બજાર માર્ગો પર અને હાઇવે વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણોને લઈને ટ્રાફિકની સમસ્યા ની સાથે સાથે અકસ્માતની સમસ્યાઓ પણ બને તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

Related Articles

શહેરના પદ્મનાભ ચાર રસ્તાથી લીલી વાડી સુધી ના સર્વિસ રોડ ઉપર તેમજ પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ પર રોડની બંન્ને સાઈડમાં મોટા પ્રમાણમાં લોકો એ ગેરકાયદેસરના દબાણો સાથે સર્વિસ રોડ પરની દુકાનોના માલિકો દ્વારા પોતાની દુકાન કરતાં પણ વધુ પોતાની દુકાનની આગળ ગેરકાયદેસર દબાણ કરેલ હોય જેના કારણે આ સર્વિસ રોડ પર ટ્રાફિકની સમસ્યા સાથે સાથે હાઇવે માર્ગ પર અકસ્માતો ની સમસ્યા પણ પ્રબળ બની છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા ગેરકાયદેસરના દબાણો હટાવી ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે સંભવિત અકસ્માત ની સમસ્યા નું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવી લોક  માંગ પણ પ્રબળ બની છે.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!