A2Z सभी खबर सभी जिले कीक्रिकेटगुजरात

પાટણના પદ્મનાભ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચામુંડા ઇલેવન વિનર બની

પાટણના પદ્મનાભ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચામુંડા ઇલેવન વિનર બની

વિજેતા ટીમ સહિત રનર્સ અપ ટીમ સાથે બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ સીરીઝ ને શિલ્ડ અને રોકડ પુરસ્કાર થી નવાજવામાં આવ્યાં..

પાટણના પદ્મનાભ ગ્રાઉન્ડ મા ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની રવિવારે યોજાયેલી ફાઈનલ મેચમાં ચામુંડા ઇલેવન અને કેન્વી ઇલેવન વચ્ચે ૧૨ ઓવર ની મેચ રમાઈ હતી
જેમાં ચામુંડા ઇલેવને ૬ વિકેટ સાથે ૧૧૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કેન્વી ઇલેવને ૭ વિકેટ સાથે ૯૭ રન બનાવતાં ચામુંડા ઈલેવન વિજેતા બની હતી. વિજેતા બનેલ ચામુંડા ઇલેવન ટીમ અને રનસૅ અપ કેન્સી ઈલેવન ટીમ સહિત મેન ઓફ ધ મેચ,મેન ઓફ ધ સિરિઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ કેચ કરનાર ખેલાડીઓને સમાજના અગ્રણી ધર્મેશભાઈ પ્રજાપતિ,કમલેશભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પ્રજાપતિ, યશપાલ સ્વામી, સુનિલભાઈ પટેલ, ગીરીશભાઇ પ્રજાપતિ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Articles
Show More

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!