
“વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજની તાબડતોબ ચકાસણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં આવેલા મુખ્ય 21 બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું હતું જેમાં મ્યુનિસિપલ કમિશનર પોતે હાજર રહ્યા હતા. આ દરમિયાન શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે ચંપક વોરા બ્રિજના જોઈન્ટમાં ખામી નજર આવી હતી જેથી હવે આ બ્રિજના જોઇન્ટને રીપેર કરવામાં આવશે.”
” બ્રિજ રીયાલીટી ચેક કરવા પહોંચી તો સામે આવ્યું કે, અહીં પુલના જોઇન્ટમાં પથ્થરો મુકેલા છે. 33 વર્ષ જુના આ બ્રિજ ઉપરથી દરરોજ 10 હજાર જેટલા વાહનચાલકો પસાર થાય છે, ત્યારે તેમના જીવ ઉપર જોખમ ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે આ જોઇન્ટનું રીપેરીંગ કરવામાં આવે તે જરૂરી છે.”
“રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલો ચંપક વોરા બ્રિજ વર્ષ 1992માં નિર્માણ પામ્યો હતો અને 276 મીટર લાંબા આ બ્રિજનું બે વખત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અહીં જોઇન્ટમાં રીપરીંગની જરૂરિયાત જોવા મળી રહી છે. જેથી એક્સપર્ટ પાસે નિરીક્ષણ કરાવ્યા બાદ અહીં રીપેરીંગની કામગીરી કરવામાં આવશે. હાલ આ બ્રિજની આવરદા 50થી 75 વર્ષનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ આ બ્રિજ ઉપરથી પસાર થવું વાહનચાલકો માટે પુરેપુરું સુરક્ષિત છે અને જ્યારે જોઇન્ટનું રીપેરીંગ કરવામાં આવશે ત્યારે પણ વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર નહીં થાય.”
“હવે શહેર ના તમામ નવા બનતા બ્રિજની મજબૂતી ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત
નવા બની રહેલા બ્રિજમાં પણ મજબૂતી ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. મનપા દ્વારા હાલ પણ જે બ્રિજો બન્યા છે તેમાં સ્ટીલ, સિમેન્ટ, કોન્ક્રીટ, બેરિંગ સહિતના મટિરીયલ્સની ગુણવતા એ ગ્રેડ પ્રમાણે જ માન્ય રહેતી હોય છે. વિવિધ તબક્કે તેનું પરિક્ષણ પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે.”