
સુરત શહેર ના ઉધના વિસ્તારમાં આજે લોકો ને ફિલ્મી ગેંગવોર જેવા દ્રશ્યો જોવા મળ્યા. વાસ્તવિક માં દૃશ્યોને જોઇ લોકો થર થર ધ્રુજી ઉઠ્યા હતા. કિસ્સો જાણે એમ છે કે ભજનસિંહ સરદારને સાત થી આઠ હુમલા ખોરોએ રસ્તા પર પાડી દઈ રહેંસી નાખ્યો હતો. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મરનાર યુવક ભજનસિંગ ચિકલીગર હતું. ભજનસિંગ સરદારનો બે મહિના પહેલા બુટલેગર ભાઉ સરદારના જમાઈ સિંગોડી સરદાર અને તેના માણસો સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી આજે બદલો લેવાના ઇરાદે ભજનસિંગ પર ભાઉ સરદારના માણસો એ તલવારથી હુમલો કર્યો હતો. ભજનસિંગ આજે બપોરે તેની બહેન ના ઘર પાસેથી નીકળતો હતો. ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર પાસે ભાઉ સરદાર અને તેના માણસોએ ભજનસિંગ ની સ્કોર્પિયો ગાડીને બ્લોક કરી દીધી હતી અને તલવાર લઈ તેના પર તૂટી પડ્યા હતા. હુમલાખોરો થી બચવા તે ભાગ્યો હતો, ત્યારે ખુલ્લી તલવાર લઈ હુમલાખોરો તેની પાછળ દોડ્યા હતા અને દિનદહાડે જાહેરમાર્ગ પર હાથ, પગ અને ગળુ કાપી ભજનસિંગ ની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ચાર આરોપીઓ દ્વારા આ હત્યા નો અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં તેનો સગો કાકો ભાવસિંગ, બળદેવસિંગ, મોહનસિંગ, કાલુંસિંગ નાં નામ ખુલ્યા છે.