A2Z सभी खबर सभी जिले कीगुजरात

પાટણ શહેરમાં લોકોને ગરમીનો અનુભવ : બપોરનો સમય થતા જ 41 ડીગ્રી તાપમાન થી 43 ડીગ્રી સુધી પહોંચી

 

પાટણ જિલ્લામાં શનિવારે 42 ડીગ્રી તાપમાનના કારણે શહેરીજનોને આકરી ગરમી સહન કરવી પડી રહી છે. ત્યારે બપોરે 4 થી 5 ના સમયમાં પણ 43 ડીગ્રી તાપમાન થઈ શકે છે, જેને લઈ શહેર જાણે સૂમસામ બન્યુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. લોકો કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે.

પાટણ શહેરમાં લોકોને ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. બપોરનો સમય થતા જ 41 ડીગ્રી તાપમાન 43 ડીગ્રી સુધી પહોંચી જાય છે. જેના કારણે ગરમ હવા સાથે તીખા તડકાનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. બપોરનો સમય થતા જ ગરમીમાં મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં પુરાઈ રહેવાનું પસદ કરી રહ્યા છે. બીજી તરફ ના છૂટકે બહારનું કામ કરવા નીકળેલા લોકો ઠંડક આપતા છાંયડા એ વિસામો કે થોડી વાર માટે બેસીને ગરમીથી બચવા નો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા.

Related Articles

ગરમીને લઈ શહેર ના રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા હતા. સાથે સાથે ઠંડી છાસ, ઠંડા પીણાં પી રાહત મેળવતા પણ જોવા મળ્યા હતા. આમ શહેર માં ગરમીનો લોકો એ અનુભવ કર્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ગરમી માં વધારો થવા નું પણ માનવામાં આવી રહ્યું છે. ગરમીથી અને તડકા સાથે ગરમ લુની બીમારીથી બચવું પણ જરૂરી હોય લોકો તકેદારીના ભાગ રૂપે ગરમી થી બચવાના પ્રયાસો હાથ ધરાયા છે. લોકો ઘર ની બહાર ગ્રીન નેટ લગાવી ગરમી સામે સંરક્ષણ મેળવી રહ્યા છે.

Show More

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!