
રાજકોટ – આજે અષાઢ પાંચમના દિવસે લોહાણા સમાજ દ્વારા નાગ પંચમીની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે વહેલી સવારથી જ લોહાણા સમાજની મહિલાઓ દ્વારા નાગ પંચમીના તહેવારને લઈને નાગદેવતાની પૂજા અભિષેક અને આરતી કરીને ધાર્મિક રીતે લોહાણા સમાજ ની નાગપંચમીના તહેવારની ઉજવણી કરશે .
મહિલા ભક્તે આપ્યો પ્રતિભાવ : આજે અષાઢ વદ પાંચમના દિવસે આવતી નાગ પંચમીને લઈને પૂજા વિધિમાં સામેલ શ્વેતા ચંદારાણા (રાજકોટ )અખંડ ભારત ન્યુઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.
મંગળવાર નો દિવસ લોહાણા સમાજની મહિલાઓ માટે ખૂબ મહત્વનો છે. જે રીતે નાગ દેવતાનુ પૂજન થાય છે તેમને જે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની સાથે જગતના તાત ખેડૂતને પણ ખૂબ મદદરૂપ બને તે માટે પણ આજે ની ઉજવણી પાછળનો ધાર્મિક ઉદ્દેશ્ય જોડાયેલો છે…
આજે ના દિવસે મગ ચણા અને બાજરી ધરાવાય છે: અષાઢ વદ પાચમના દિવસે આવતી નાગ પંચમીના દિવસે નાગદેવતાને દૂધની સાથે ફણગાવેલા ચણા મગ અને બાજરી પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. જેની પાછળ પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. નાગદેવતા મોટેભાગે ખેતર વિસ્તારમાં રાફડો બનાવીને રહેતા હોય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં સમગ્ર સૃષ્ટિ પર આ જ રીતે કૃષિ પેદાશોના વાવેતર થાય તેમાં ખૂબ સારું ઉત્પાદન મળે તેવી ધાર્મિક ભાવના સાથે આજના દિવસે નાગ દેવતાને દૂધની સાથે ફણગાવેલા મગ ચણા અને બાજરીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. આવી સરસ અને વિગત વાર માહિતી અમો ને શ્વેતા ચંદારાણા દ્વારા અમને જણાવેલ હતી
અખંડ ભારત ના પત્રકાર (રાજકોટ) થી – હાર્દિક ચંદારાણા ની નાગ પાંચમી ની દરેક ને શુભકામના