
રાજકોટમાં વરસાદ બાદ તૂટેલા રસ્તાઓનું સમારકામ માટે મહાનગરપાલિકાની ઝુંબેશ: ખુદ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા સહિતના અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી હતી
કમિશનરશ્રી વિઝીટ દરમિયાન સોસાયટી ના લોકો સાથે સવાંદ કર્યો હતો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓમાં પેચવર્ક અને રીપેરીંગની કામગીરી પુરજોશમાં: મ્યુનિસિપલ કમિશનરશ્રી,નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા કામગીરીનું નિરીક્ષણ
“વધુ માં કે, મુખ્યમંત્રીની ટકોર બાદ મહાનગરપાલિકા તંત્ર જાગૃત થયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી આ સઘન ઝુંબેશ દર્શાવે છે કે, ચોમાસા બાદ ઉદ્ભવતી સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેના નિરાકરણ માટે સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને નાયબ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાતો, નિરીક્ષણો અને નાગરિકો સાથેની સીધી વાતચીત દ્વારા શહેરની સેવાઓ અને સુવિધાઓને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ માટે વરસાદ મુક્ત પાંચ દિવસનો સમય મળવો જરૂરી છે.”