
શામળાજી પોલીસે દારુની હેરાફેરી કરતી રીક્ષા પકડી
અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસે રીક્ષામા દારુ ની હેરાફેરી થવાની બાતમી મળી હતી.
આ બાતમીને આધારે પોલીસે વાહન ચેકિંગ શરુ કર્યુ હતું.
ચેકીંગ દરમ્યાન પોલીસે શંકાસ્પદ રીક્ષાને રોકી હતી .
આ રીક્ષાની તલાશી લેતા તેમાથી રુ 44,910/- પ્રોહિ મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે હેરાફેરીમા વપરાયેલ રીક્ષા મળી કુલ કિ.રૂ.1,44,910/-નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
શામળાજી પોલીસ પ્રોહિ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
વંદે ભારત લાઇવ ટીવી ડિજિટલ મીડિયા
રિપોર્ટર વિજય ચરપોટ દાહોદ ગુજરાત