
સુરત શહેર માં આવેલ VR મોલ ને બોમ્બ થી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી મળી હતી.સમગ્ર દેશમાં બાવન જગ્યાએ ઇમેઇલ કરવામાં આવ્યા હતાં. તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ VR મોલ ની દરેક દુકાનો અને ઓફિસો ને ડિસ્પોઝલ સ્કવોડ અને પોલીસ સાથે મળીને ચકાસી રહ્યા છે. અને VR મોલ ને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પરંતુ તપાસ દરમ્યાન હજુ સુધી કંઈ વાંધાજનક મળ્યુ નથી. સુરત પોલીસ પોલીસ અને ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક એક્શન મોડ માં આવી ગયું હતું