A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

રાધનપુરના બે શખ્સો ને પિસ્તોલ , તમંચા તથા કાર્ટીઝ સાથે ઝડપી પાડતી પાટણ એલસીબી

રાધનપુરના બે શખ્સો ને પિસ્તોલ , તમંચા તથા કાર્ટીઝ સાથે ઝડપી પાડતી પાટણ એલસીબી

પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેર માંથી એક શખ્સ અને મહેસાણા થી એક શખ્સ  ને પાટણ એલસીબી પોલીસે ચોકકસ બાતમીના આધારે પિસ્તોલ,તમંચા,કાર્ટીઝ સાથે આબાદ ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ આગામી લોકસભાની ચુંટણી ૨૦૨૪ અનુસંધાને પાટણ પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાં ગે.કા હથિયારો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાટણ એલસીબી ઈ.ચા.પીઆઈ વી.આર.ચૌધરીના સિધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત કામગીરી કરવા સારૂ પાટણ જીલ્લામાં અગાઉ ગે.કા. હથીયારના કેશોમાં પકડાયેલ આરોપીઓ ઉપર વૉચ રાખવાની કામગીરી દરમ્યાન અપોકો જીતેંન્દ્રકુમાર ગોવીંદભાઇનાઓને મળેલ બાતમી હકીકત આધારે રાધનપુર ખાતે રહેતા કનુભાઇ છગનભાઇ રાણાના ઘરે રેડ કરતાં ઉપરોક્ત ઇસમને બે તમંચા, એક પીસ્તોલ અને કાર્ટીઝ નંગ-૦૫ સાથે પકડી પાડી તેની સઘન પુછપરછ દરમ્યાન તેણે એક પિસ્તોલ દિપક શકરાજી ઠાકોર રહે-ટીબી રોડ મહેસાણા વાળાને આપેલ હોઇ જે આધારે દિપક શકરાજી ઠાકોરને પણ એક પિસ્તોલ સાથે પકડી પાડી બન્ને આરોપીઓ વિરૂધ્ધ રાધનપુર પો.સ્ટે ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજી.કરાવી કાયદેસરની કાર્યવાહી સારૂ રાધનપુર પો.સ્ટે સોપતા રાધનપુર પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓએ ગેરકાયદેસર હથિયાર અન્ય કોઇ વ્યક્તિઓને આપેલ છે કે કેમ તે બાબતમાં વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!