
“રાજકોટ મહાનગરપાલિકાના માલિકીના સેન્ટ્રલ વર્કશોપ (કંઝરવન્સી વર્કશોપ) પર હાલ મોતની ઘંટડી વાગી રહી છે. અમૂલ સર્કલ પાસે આવેલો રાજકોટ મનપાનો આ સેન્ટ્રલ વર્કશોપ વિભાગ જ્યાં સ્ટોર તેમજ ઢોર ડબ્બા વિભાગની કચેરી આવેલી છે, તે અત્યંત જર્જરિત હાલતમાં છે. અહીં મનપાના વાહનો રિપેર થાય છે અને તકનીકી કામગીરી સતત ચાલુ રહે છે પરંતુ આ કચેરીની હાલત એટલી ખરાબ છે કે, કોઈપણ ક્ષણે છતનો કાટમાળ અને દિવાલ ધરાશાયી થઈ શકે તેમ છે, જેના કારણે અહીં કામ કરતા કર્મચારીઓનો જીવ જોખમમાં મૂકાયો છે. “શહેર પ્રિ-મોનસૂનની કામગીરી કરનારાઓએ પોતાની ઓફિસમાં જ કામગીરી કરી નથી
તેઓએ વધુમાં ઉમેર્યું કે, લાખો અને કરોડોનો પગાર લેનાર એન્જિનિયરોની ફોજ હોવા છતાં મહાનગરપાલિકાની જે પોતાની ઓફિસ છે, એ પણ આટલી જર્જરિત હાલતમાં છે, ત્યાં કર્મચારીઓની પણ કંઈ સલામતી નથી. પ્રિ-મોન્સૂનની કામગીરીની વાતો કરનાર આ શાસકોએ પોતાની ઓફિસમાં જ પ્રિ-મોન્સૂનની કામગીરી નથી કરી અને આખા રાજકોટમાં પ્રિ-મોન્સૂનની કામગીરી કરવાનો વાયદો કરે છે, તો એ તમે ત્યાં જોઈ શકો છો કે એ કેટલે અંશે સાચું હશે.” “સમગ્ર મામલે મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, મનપાનું અમૂલ સર્કલ નજીક આવેલું કંઝરવન્સી વર્કશોપ જર્જરિત હાલતમાં છે. જેને લઈને તેનું રીનોવેશન કરવા માટેનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. એટલું જ નહીં આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરી લેવામાં આવી છે. જેને લઈને ખૂબ ટૂંક સમયમાં કચેરીને પાડીને નવી બનાવવામાં આવનાર છે. ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને કોઈ મુશ્કેલી થાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી પણ તેમણે આપી હતી. જોકે આ માટે ખર્ચનો અંદાજ ટેન્ડર મંજુર થયા બાદ આવશે તેવું તેઓએ જણાવ્યું છે.”