
પાટણ જિલ્લાના સિદ્ધપુર માં
વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે રૂ .૨૩.૧૪ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા
ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કયૉ: પાટણ જિલ્લાના સિદ્ધપુર પો.સ્ટે. વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયરની કુલ બોટલ,ટીન નંગ-૧૯૦૭ કિં.રૂ.૩,૦૪,૪૪૦ સહીત કુલ કિ.રૂ.૨૩,૧૪,૪૪૦ નો મુદ્દામાલ સાથે પોલીસ ટીમે બે બુટલેગરો ને દબોચી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા ના ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યુ છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ અગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ લગત પ્રોહી લગતની ગે.કા.પ્રવૃત્તિ અટકાવવા સારૂ કરેલ સુચના આધારે વી.આર.ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. પાટણનાઓ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે. સરહદી રન્જ ભુજના પોલીસ સ્ટાફના માણસો સાથે સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.
તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે નાગવાસણ થી સમોડા જતા રોડ ઉપર નાકાબંધી કરી માગૅ પરથી પસાર થતીફોર્ચ્યુનર ગાડી નં.GJ10CG9185 ને ઉભી રખાવી ગાડીની તલાસી લેતા તેમાથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની કુલ બોટલ/ટીન નંગ-૧૯૦૭ જેની કિ.રૂ.૩,૦૪,૪૪૦/- તથા ફોર્ચ્યુનર ગાડી કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૩,૧૪,૪૪૦/-ના મુદામાલ સાથે બે ઇસમને પકડી પાડી સિધ્ધપુર પો.સ્ટે. ગુનો રજી. કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં મુલાયમસિંહ અરજણસિંહ ચૌહાણ રહે.બડાસમા તા.સતલાસણાજી.મહેસાણા અને મહિપાલસિંહ કાળુસિંહ ચૌહાણ રહે. ભાલુસણાતા.સતલાસણા જી.મહેસાણા સહિત આ ગુનામાં સંડોવાયેલા નરેશભાઇ ઉર્ફે નેબારામ રહે.મંડાર,દિનેશ મહારાજ રહે.મંડાર અને રાધેભા ચૌહાણ રહે.બડાસમા તા.સતલાસણા જી.મહેસાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.