
– તા – ૪ – ૫ – ૨૦૨૪
આજકાલ દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પોતાના સિક્કિમ રાજ્યમાં ચૂંટણી પૂર્ણ કરી મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગજી સહપરિવાર અધ્યાત્મ અનુભૂતિ માટે ૨ દિવસ માટે સંસ્થાના મુખ્ય લય ખાતે આવેલ છે.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર આજે મા.આબુ સ્થિત જ્ઞાન સરોવર ખાતે સુદેશ દીદી ની અધ્યક્ષતા મા યોજાયેલ સમારંભમાં પોતાનો દિવ્ય અનુભવ સંભળાવતા પ્રેમ સિંહજી એ જણાવેલ કે સામાન્ય રીતે રાજકારણને ગંદુ માનવામાં આવે છે પરંતુ હું મુખ્યમંત્રી તરીકે બ્રહ્માકુમારીઝ ના જ્ઞાનયોગ સાથે સિક્કિમને આધ્યાત્મતા ની મદદથી માનવીય મૂલ્યોની સ્થાપના થી સર્વાગી વિકાસમાં મોખરે લાવીશ. આ દિશામાં મેં બ્રહ્માકુમારીઝ સાથે મળી સેવા કાર્ય નીતિમત્તા સર્વ ધર્મ સમભાવ અને દરેક ક્ષેત્રે અધ્યાત્મ નો પ્રારંભ કરી દીધેલ છે મારો સહ પરિવાર સંસ્થા સાથે જોડાયેલ છે અને સિક્કિમમાં વિશાળ બ્રહ્માકુમારીઝ રીટ્રીટ સેન્ટર આ વર્ષે પૂર્ણ થઈ જશે બે દિવસીય સંસ્થાના શાંતિવન પાંડવ ભવન જ્ઞાન સરોવર સોલર પાર્ક જેવી પ્રેરક જગ્યા પરથી ભરપૂર અધ્યાત્મ સશક્તિકરણનો અનુભવ મારા પરિવાર સ્ટાફ સાથે લઈ રહેલ છે. સસ્તા ના વડા ડો. મુન્ની દીદી દાદી રતનજીના આર્શીવચન પણ મુખ્યમંત્રીએ લઈ પોતાને ધન્ય અનુભવ કરેલ.