સાંતલપુર: કેનાલમાં ગાબડું પડતાં પાકમાં પાણી ફરી વળ્યા..* સાંતલપુર તાલુકામાં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો શિલશિલો યથાવત..

પાટણ…સાંતલપુર
*સાંતલપુર: કેનાલમાં ગાબડું પડતાં પાકમાં પાણી ફરી વળ્યા..*
સાંતલપુર તાલુકામાં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો શિલશિલો યથાવત..
પાટણ જિલ્લા નાં સાંતલપુર તાલુકાના વૌવા કેનાલમાં ગાબડું પડતાં પાકમાં પાણી ફરી વળ્યુ..
કેનાલની કામગીરી હલકી ગુણવત્તાના કક્ષાની કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ…
કેનાલના લીકેજ નાં કારણે ખેડૂતોને સીઝન આખી નિષ્ફળ ગઈ હોવાના ખેડૂતોના આક્ષેપ..
તંત્ર ની બેદરકારી ને કારણે કોન્ટ્રાકટરો બેફામ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે…જેના સીધા ભોગ ખેડૂતો બની રહ્યા છે.
સાંતલપુરની જાખોત્રા માઇનોર કેનાલ માં વૌવા નજીક છેલ્લા ત્રણ દિવસ થી કેનાલ માં ગાબડું પડતા પાણીનો વેડફાટ જોવા મળ્યો છે..
સમયસર રીપેરીંગ ની કામગીરી નહિ કરવામાં આવતા. ખેતરો માં ભરાયેલા પાણી આજુબાજુ નાં ઘઉંના વાવેતર કરેલા ખેતરોમાં ઉભા પાકમાં ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે..