“સરકાર દ્વારા 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી થઈ રહી છે. અમરેલી જિલ્લા નું સાવરકુંડલા તાલુકા નું ગાધકડા માં પણ વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો થકી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.”
“ગાધકડા માં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.”
“રેલી ગાધકડા ની મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના ઉદઘોષથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.”
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે.
આ માટે ઇન્ડીયન ફલેગ કોડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં પહેલા માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તિરંગો ફરકાવી શકાતો હતો, પરંતુ હવે કરવામાં આવેલા ફેરફારો બાદ ત્રિરંગો દિવસ અને રાત્રે ૫ણ ફરકાવી શકાશે. ૫રંતુ ફલેગ કોડ મુજબના નિયમોનું ચોકકસ૫ણ પાલન કરવાનું રહેશે.
તિરંગા આપણી આન-શાન અને બલિદાનનુ પ્રતીક છે . તેના નીચે આપ્ણે બધા ભારતવાસી ખુદને સુરક્ષિત અને ગૌરાવાંવિત અનુભવીએ છે. આ તિરંગાના ત્રણ રંગમાં સૌથી ઉપર કેસરિયો હોય છે. વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. આ ત્રણેય રંગનો તેમનુ ખાસ મહત્વ અને અર્થ છે.
કેસરિયો રંગ
પહેલા આવે છે છે કેસરિયો રંગ જે બલિદાનનુ પ્રતીક છે આ રંગ રાષ્ટ્રના પ્રત્યે હિમ્મત અને નિસ્વાર્થ ભાવનાઓને દર્શાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે અને લોકોમાં એકતા કાયમ રાખવાનુ પણ આ પ્રતીક ગણાય છે અને આપણા રાજનીતિક નેતૃત્વને પણ યાદ અપાવે છે કે આપણે લાભ કમાવવા માટે નહી પણ ભલાઈ માટે જ કાર્ય કરવુ જોઈએ
સફેદ રંગ
ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનુ પ્રતીક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનુ પણ પ્રતીક ગણાય છે સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે સફેદ રંગથી આ શીખ મળે છે કે માર્ગદર્શન અને સચ્ચાઈની રસ્તા પર હમેશા ચાલવું જોઈએ.
લીલો રંગ
તિરંગાના સૌથી નીચે લીલો રંગ દર્શાવે છે કે વિશ્વાસ, ઉર્વરતા, ખુશાલી અને સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનાની ખુશીઓને બતાવે છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ અપાવે છે કે તેમણે દેશની બહારી અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ.
આ ઉપરાંત વચ્ચે આવેલું અશોકચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ.
ગાધકડા ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી સુનિલભાઈ કાલાણીયા તથા ગાધકડા ગામના નાગરિકો અને તથા પ્રથમિક શાળા પ્રિન્સીપાલ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું .