
આજ રોજ હિંમતનગર શેલ્ટર હોમ/ ઘરવિહોણા આશ્રયસ્થાન ખાતે હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત સફાઈ કામદાર માટે મફત કેન્સર નિદાન અને ટેસ્ટિંગ કેમ્પમાં હિંમતનગર વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબે હાજરી આપી.
આ કેમ્પમાં બહેનોના ગર્ભાશયના કેન્સર અને સ્તન કેન્સરની નિઃશુલ્ક તપાસ તથા ભાઈઓના મોઢા/ગળાના કેન્સરની તપાસ નિષ્ણાંત કેન્સર સર્જન , અમદાવાદ સિવિલ દ્વારા કરાવવામાં આવી તદ્ઉપરાંત સારવાર ચાલતી હોય તેમને મેડિકલ ટ્રીટમેન્ટ માટે સલાહ આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમ નું સંયોજક નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષશ્રી જિનલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી સવજીભાઈ, ચેરમેનશ્રી દિલીપભાઈ પટેલ, ચેરમેનશ્રી હંસાબેન પીત્રોડા નગરપાલિકા આરોગ્ય વિભાગ અને કર્મચારીગણ તેમજ મેડિકલ સ્ટાફ અને નગરજનો હાજર રહ્યા.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.