A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरेगुजरात

વડોદરા શહેરના જે. પી. રોડ પર 22 કરોડના ખર્ચે પાંચ વર્ષે તૈયાર થયેલી કલેકટર કચેરીનું આજે મુખ્યમંત્રી ધ્વારા લોકાર્પણ

વડોદરાની નવી કલેક્ટર કચેરી છે. આ નવી કલેકટર કચેરીનું ખાતમુર્હત તાત્કાલિન નાયબ મુખ્ય મંત્રીના હસ્તે વર્ષ 2019માં કરવામાં આવ્યું હતી. જે કચેરી પાંચ વર્ષે તૈયાર થઇ જતા આજે મુખ્યમંત્રીના હસ્તે લોકર્પણ કરતે અને આવતીકાલ કોઠી કચેરીના સ્થાને જુના પાદરા રોડ ખાતે નવી ઇમારતમાં કલેક્ટર કચેરી ધમધમશે
વડોદરામાં કોઠી કચેરી ખાતે છેલ્લા એક દાયકા ઉપરાંતથી કાર્યરત કલેકટર કચેરીનું સરનામું આજથી બદલાશે શહેરના જે. પી. રોડ પર 22 કરોડના ખર્ચે પાંચ વર્ષે તૈયાર થયેલી કલેકટર કચેરીનું આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. નવી રાજમહેલ જેવી કલેકટર કચેરી આવતી કાલથી નવા સરનામે ધમધમતી થઈ ત્યારે નાગરિકોને હવે આવેદનપત્ર આપવા કોઠીને બદલે જે.પી. રોડ જવું પડશે. લોકસભાની ચૂંટણી પણ હવે નવી કલેકટર કચેરીમાં યોજાશે.વડોદરા શહેરના જુના પાદરા રોડ પર 22 કરોડ ના ખર્ચે પાંચ વર્ષે તૈયાર થયેલી આ ઇમારત જોઈને પહેલી નજરે જ તમને લાગશે. આ કોઈ રાજાનો મહેલ છે જુના પાદરા રોડ પર આવતી કાલથી કાર્યરત થનાર નવી કલેક્ટર કચેરી માં કલેકટર, આરએસી સહીત ચૂંટણી શાખા, એકસ્ટ્રા ચિટનિસ બ્રાંચ, જિલ્લા પુરવઠા અધિકારી, લેન્ડ ગ્રેબિંગ, એનઆઇસી, પ્રોટોકોલ ડે.કલેક્ટર, ડિઝાસ્ટર કચેરી જમીન સુધારણા કચેરી, બિનખેતી ચિટનિસ બ્રાંચ, આરટીએસ કેસોની કચેરી નવી કલેક્ટર કચેરી ખાતે ધમધમશે.
રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Check Also
Close
Back to top button
error: Content is protected !!