
વિકટર ગામે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી.
રાજુલા તાલુકાના વિકટર ગામે GHCL ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમા SMCD ડીવીજન જનરલ મેનેજર જોશી, જનરલ મેનેજર અજીતભાઇ કોટેચા, સિનિયર મેનેજર આરીફભાઇ દ્વારા પર્યાવરણ દિવસને લઇ વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમા તાલીમાર્થી વિધાર્થી ભાઇઓ-બહેનોને પર્યાવરણ જાગૃતિ માટે માહીતી આપવામાં આવી હતી
. અને લોકો પર્યાવરણ માટે જાગૃત થાય તે માટે તાલીમાર્થી દ્વારા પર્યાવરણને લગતા પોસ્ટર બનાવ્યા હતા. તેમજ ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયુ હતું. લોકો પર્યાવરણ વિશે જાગૃત થાય અને પર્યાવરણની રક્ષા કરે અને ઘરે ઘરે એક એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તેવી અપીલ કરી હતી. આ સાથે પર્યાવરણ જતનના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર VTI ટીમની જહેમત ઉઠાવી હતી તેવું સંસ્થાના હેડ મહેન્દ્રભાઈ મજીઠીયા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ તકે
SMCD ડીવીજન જનરલ મેનેજર જોશી, જનરલ મેનેજર અજીતભાઇ કોટેચા, સિનિયર મેનેજર આરીફભાઇ, સંસ્થાના હેડ મહેન્દ્રભાઈ મજીઠીયા તેમજ સ્ટાફગણ સહિત મોટી સંખ્યામા તાલીમાર્થી ભાઇઓ-બહેનો હાજર રહ્યાં હતાં.