
રાજુલા વિધાનસભામાં ભાજપને વિજયી બનાવવા કાર્યકર્તાઓની તનતોડ મહેનત
અમરેલીમાં ૩.૨૧ લાખ મતની ઐતિહાસિક લીડથી ભાજપનો ભવ્ય વિજય થયો..
અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. અમરેલી લોકસભા બેઠકના ઇતિહાસમાં 1962માંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૩,૨૧,૦૬૮ મતોની લીડથી ભાજપે ભગવો લહેરાવ્યો છે. અહીં ગત ચૂંટણીમાં ભાજપના જ સાંસદ નારણભાઈ કાછડીયાની ૨ લાખની લીડનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આખરે ભારે ઘમાસાણ અને આંતરિક વિવાદ બાદ ભાજપના ભરત સુતરિયાએ કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેન ટક્કર આપી હતી. અને જેનીબેન ઠુંમરની હાર થઇ હતી. આ બેઠક પર વિધાનસભાના પાંચે-પાંચ ધારાસભ્યો અને ભાજપનાં કાર્યકર્તાઓની ફોજ દ્વારા કરેલી મહેનત રંગ લાવી હતી..