
ડાંગ જિલ્લાના વાતાવરણમાં રવિવારે અચાનક જ પલટો આવ્યો હતો. ડાંગના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો કેટલાક સ્થળે વરસાદ પડ્યો હતો. જોકે સાપુતારા અને શામગહાન માં કરા સાથે વરસાદ તુટી પડયો હતો. હવામાન વિભાગે તારીખ 12 થી 15 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ની આગાહી કરી હતી. શામગહાન પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ અને બરફના કરા પડતાં ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.