A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઇવે માર્ગ પર પુરપાટ જતાં પિકઅપનું ટાયર ફાટતાં પલટી મારી

પાટણ જિલ્લાના 

સમી રાધનપુર હાઇવે માર્ગ પર પુરપાટ જતાં પિકઅપનું ટાયર ફાટતાં પલટી મારી

પાટણ જિલ્લાના સમી- રાધનપુર હાઇવે માર્ગ પર સોમવારની સવારે જીરાની બોરીઓ ભરીને પસાર થઈ રહેલ પિકઅપ ડાલા નું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં પીક અપ ડાલામાં ભરેલા જીરાની બોરીઓ રોડ પર વેરણ છેરણ થતાં ખેડૂત ને નુકસાન થવા પામ્યું હતું.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે માર્ગ પર વરાણા નજીકથી ખેડૂત ના જીરાની બોરીઓ ભરીને પસાર થઈ રહેલ પીકઅપ ડાલા નું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ ડાલુ રોડ પર પલટી ખાઈ જતા પીકઅપ ડાલામાં ભરેલી જીરાની બોરીયો માર્ગ પર વેરણ છેરણ થવા પામી હતી. પિકઅપ ડાલામાં ભરેલી ખેડૂત ની જીરાની બોરીઓ રસ્તા પર વેર વિખેર થતાં ખેડૂતને નુકશાન થવા પામ્યું હતું. સમી નાં વરાણા નજીક બનેલી આ ઘટના પિકઅપ ડાલાનું ટાયર ફાટતાં સર્જાઈ હોય બનાવની જાણ લોકોને થતાં ધટના સ્થળે ભીડ ઉમટી હતી જોકે અકસ્માત મા કોઈ જાન હાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Related Articles
Show More

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!