
બોમ્બે માર્કેટ રોડ પર બુધ્વરનારોજ જય ખોડલ નામની લક્ઝરી બસ નાં ડ્રાઈવરે બસ પુરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો ત્યારબાદ રસ્તામાં આવતા સ્પીડ બ્રેકરને પણ કુદાવિને તેની આગળ ચાલતી એક રિક્ષા અને કાર અને એક બાઈક ને પણ અડફેટમાં લીધા હતા. લક્ઝરી બસની ટક્કર ના લીધે કાર, બાઈક અને રિક્ષા નો ખુરદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ને ગંભીર ઈજા પહોંચી હતી. રિક્ષા ચાલકને ૧૦૮ બોલાવીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એકઠા થઇ ગયેલા લોકોએ બસના ડ્રાઈવરને પકડી પાડયો હતો. ડ્રાઈવર નું કહેવું એમ હતું કે બસ ની બ્રેક ફેઇલ થઇ ગઈ હતી તેવું જણાવ્યું હતુ. આ મામલે વરાછા પોલિસે વધુ તાપસ હાથ ધરી હતી.
