A2Z सभी खबर सभी जिले की

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી માટે 7000 બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યું

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી માટે 7000 બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યું

અમદાવાદઃ શહેરની ટ્રાફિક પોલીસે હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે. હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યુ હતુ વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો

.શહેરમાં ટ્રાફિકની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે.

ઉપરાંત વાલીઓ નાની ઉંમરથી જ તેમના સંતાનોને વાહનો ચલાવવાની મંજૂરી આપી દેતા હોય છે. જેમાં કેટલીક વાર અકસ્માતોમાં જ વાલીઓ તેમના વ્હાલસોયાને ખોઈ બેસતા હોય છે. ત્યારે 17માં સંસ્કાર એટલે કે, હેલ્મેટ સંસ્કારને પણ જોડવાનો નિર્ધાર કર્યો છે. જીવનની સલામતી વિના અન્ય 16 સંસ્કારો મદદરૂપ થશે નહીં. આથી દરેક બાળકને તેની સમજણના શરૂઆતના દિવસોથી જ હેલ્મેટનું મહત્વ શીખવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક મિશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી દરેક બાળક સમય જતાં પોતાની સલામતીની જવાબદારીનું પાલન કરી શકે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બે અઠવાડીયા સુધી સ્કૂલની પાસે આવેલા જાહેર રોડ ઉપર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે. આ મીશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્રમ દેશમાં એક પ્રકારની નવીન પહેલ છે. જેમાં મોટા પ્રમાણમાં બાળકો હેલ્મેટના મહત્વ તેમજ તેના ફાયદાઓ વિશે શિક્ષિત બનશે. આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્ર્મનો પ્રારંભ રોટરી ક્લબ ઓફ કાંકરીયા, હીરાભાઇ ટાવર રોડ ઇસનપુર અમદાવાદ ખાતે સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ઇસનપુરના સહયોગથી યોજાયો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસ (પૂર્વ ઝોન) દ્વારા વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને ઉદ્યોગોને મિશન હેલ્મેટ સંસ્કારના વિતરણ અંગે સહકાર આપવા માટે જણાવતાં સ્વેચ્છાએ એક Each industry, One Helmetના સૂત્ર સાથે આગળ આવી મિશન હેલ્મેટ સંસ્કારના કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી બનાવ્યો છે. જેમાં વટવા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા 2 હજાર હેલ્મેટ, કઠવાડા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા 1600 હેલ્મેટ, નરોડા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા 1250 હેલ્મેટ, ઝાયડસ ગૃપ દ્વારા 1000, કંકુબાગ દ ફેમેલી મોલ દ્વારા 500 હેલ્મેટ, નારોલ ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા 300 હેલ્મેટ, ચીરીપાલ ગૃપ દ્વારા 200 હેલ્મેટ, મંગલ ટેકસ્ટાઇલ દ્વારા 200 હેલ્મેટ, C-mata ગૃપ દ્વારા 100 હેલ્મેટ સાથે કુલ 7000થી વધુ સ્કૂલે જતા બાળકો માટે હેલ્મેટ વિતરણ માટે યોગદાન આપ્યું છે.

 

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!