A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरेगुजरातसूरत

Accident:નવસારી નેશનલ હાઈવે નં-48 પર ચીખલી-બલવાડા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળી રહ્યા છે. બલવાડા પાસેની સાંઈ ક્રિષ્ણા હોટલ પાસે આઈસર ટેમ્પો(Navasari Accident) અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત થતાં હાઈવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

Navsari accident

નવસારી નેશનલ હાઈવે નં-48 પર ચીખલી-બલવાડા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળી રહ્યા છે. બલવાડા પાસેની સાંઈ ક્રિષ્ણા હોટલ પાસે આઈસર ટેમ્પો(Navasari Accident) અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત થતાં હાઈવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે એક આઈસર ટ્રક જઈ રહ્યો હતો ત્યારે અચાનક બેકાબૂ બનતા તે ડિવાઈડર કૂદીને વાપી જતી બસ સાથે ભટકાયો હતો.જેને પગલે બસના ચાલક અને બસમાં સવાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આશરે 18 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને ચીખલી સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2-3 લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આઇસર અને બસ વચ્ચે અકસ્માત

નવસારીના ચીખલી નેશનલ હાઇવે પર આઈસર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. ડીવાઈડર કૂદી ટેમ્પો વાપી તરફ જતી બસ સાથે અથડાયો હતો. જેમાં બસના ચાલક અને કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને લઈ ચીખલી પોલીસે તપાસ શરૂ કરી છે.બલવાડાની સાઈ ક્રિષ્ણા હોટલ પાસે આજે સવારે આઈસર ટેમ્પો અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બસના ચાલક અને કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જેથી તમામને તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેથી ત્રણ લોકોને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. ચીખલી પોલીસમાં અક્સ્માત અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બલવાડા ગામે સર્જાયેલા અકસ્માતને પગલે સ્થાનિક રહીશો અને પોલીસના માણસોએ સાથે મળીને કલાકોની જહેમત બાદ લોકોને હોસ્પિટમાં દાખલ કાર્ય હતા.તેમજ રસ્તા પર ટ્રાફિકજામ થતા પોલીસે રસ્તો ક્લિયર કરાવ્યો હતો.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!