
પાટણ સિદ્ધપુર સિદ્ધપુરની સેન્ટ્રલ જીએસટીની કચેરીમાં
આઉટસોર્સથી ફરજ બજાવતો ઓફીસબોય P5,000ની લાંચ લેતા ઝડપાયો
સિધ્ધપુર ખાતે સેન્ટ્રલ જીએસટીની કચેરીમાં આઉટસોર્સથી ઓફિસ બોય તરીકે ફરજ બજાવતા દિપક કુમાર સોમાભાઈ ચાવડાએ અરજદારની જીએસટી નંબર મેળવવા કરેલ ઓનલાઇન અરજી સંબંધે જીએસટી નંબર ફાળવી આપવા રૂ. 5 હજારની અરજદાર પાસે માગણી કરતાં અરજદાર દ્વારા રૂ. 5 હજારની લાંચ ની રકમ આપવા માગતાં ન હોય જેને કારણે તેઓએ આ બાબતે પાટણ એસીબી કચેરી નો સંપર્ક કરતાં
પાટણ એસીબી પીઆઈ એમ. જે. ચૌધરી સહિત ની ટીમે છટકું ગોઠવી આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રુ. ૫,૦૦૦/- લાંચની માંગણી કરી રૂ.૫,૦૦૦/- લાંચના નાણાં સ્વીકારતાં પાટણ એસીબી ટીમે સ્થળ ઉપરથી રંગે હાથ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાંચની છટકાની કામગીરી દરમિયાન ટ્રેપીંગઅધિકારી એમ.જે.ચૌધરી.,પો.ઇન્સ. એ.સી.બી. પાટણ અને સુપરવીઝન અધિકારી તરીકે કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ સહિત ની ટીમ હાજર રહી હતી.
સિદ્ધપુર ખાતે સેન્ટ્રલ જીએસટી કચેરીમાં આઉટસોર્સથી ઓફિસ બોય તરીકે ફરજ બજાવતા દીપક કુમાર સોમાભાઈ ચાવડા રૂપિયા 5,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હોવાની ઘટનાના પગલે લાંચિયા કર્મચારી અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.