આનંદ સરોવરમાં જામેલી લીલ સ્વરૂપે ની ગંદકીને દૂર કરવા રૂપિયા 18 લાખની રકમ મંજૂર કરી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ

આનંદ સરોવરમાં જામેલી લીલ સ્વરૂપે ની ગંદકીને દૂર કરવા રૂપિયા 18 લાખની રકમ મંજૂર કરી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ
આનંદ સરોવરમાં જામેલી લીલ સ્વરૂપે ની ગંદકીને દૂર કરવા રૂપિયા 18 લાખની રકમ મંજૂર કરી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ..
આનંદ સરોવર માર્ગ પર ખડકાયેલા લારી-ગલ્લા અને કેબીનોના દબાણો દૂર કરાયા: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને પાટણના ધારાસભ્ય તરીકે પાટણ શહેરના વિકાસને વેગવંતો બનાવી પાટણના ગુંગડી તળાવને આનંદ સરોવર ના સ્વરૂપે ભેટ ધરનાર આનંદીબેન પટેલના સ્વપ્ન સમા આનંદ સરોવરની સુંદરતા પાલિકા તંત્રની નિષ્ક્રિયતાને કારણે ઝંખવાય છે. ત્યારે આ આનંદ સરોવરને પુનઃ વિકસાવવા તેમજ સરોવરમાં જામેલી લીલ સહિતની ગંદકી ને દુર કરવા પાલિકા દ્વારા રૂ.18 લાખનું બજેટ ફાળવી આનંદ સરોવરની સુંદરતા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા ના કારોબારી ચેરમેન જણાવ્યું હતું.
પાટણના આનંદ સરોવરને સુંદર અને મનોરમ્ય બનાવવાની સાથે તેના વિકાસ માટે પાલિકા દ્વારા રૂપિયા 18,00,000 ના ખચૅ ને મંજૂર કરી બે વષૅ માટે તેની જાળવણી અને નિભાવણી માટે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવાની સાથે આનંદ સરોવર ના માગૅ પર ખડકાયેલ લારી ગલ્લા અને કેબીનો ના દબાણો દુર કરવામાં આવ્યાં હોવાનું કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું