કોમ્પલેક્ષમાં ભાડાપટ્ટે આપેલી દુકાનોનાં ભાડા વર્ષોથી નહિં ચૂકવનારાઓની દુકાનો સીલ કરવામાં આવશે

કોમ્પલેક્ષમાં ભાડાપટ્ટે આપેલી દુકાનોનાં ભાડા વર્ષોથી નહિં ચૂકવનારાઓની દુકાનો સીલ કરવામાં આવશે
પાટણ નગરપાલિકા હસ્તકનાં: અને માલિકીનાં શોપીંગ સેન્ટરો, કોમ્પલેક્ષમાં ભાડાપટ્ટે આપેલી દુકાનોનાં ભાડા વર્ષોથી નહિં ચૂકવનારાઓની દુકાનો આગામી તા. 21થી 23 ફેબ્રુઆરી વચ્ચે સીલ મારી દેવામાં આવશે. એમ પાટણ નગરપાલિકાનાં દુકાનાભાડાનું ટેબલ સંભાળતા અધિકારી જણાવ્યું હતું. અગાઉ ભાડા ન ચૂકવતી સાત દુકાનોને સીલ કરી દેવાઈ છે. પાટણ નગરપાલિકાનાં વિવિધ શોપિંગ સેન્ટરોમાં 700 જેટલી દુકાનો આવેલી છે. તેમાંથી અત્યાર સુધી 65 જેટલી દુકાનોનાં ભાડા આવતા નહોતા. જેથી ચીફ ઓફીસરનાં આદેશથી ભાડાની વસુલાત કરવાની ઝુંબેશ હાથ ઘરીને તેઓને નોટીસોની બજવણી કરી પારંવાર ઉઘરાણી કરવા છતાં તેઓ ભાડા ન ભરતા હોવાથી ફરીથી નોટીસો આપી હતી ને તેઓને દુકાન દુયાનો ખાલી કરી કબજો કબજો સોંપી સોંપી દેવા માટે તાકિદ કરાઈ
જેના કારણે 65 માંથી આજની તારીખે: 26 દુકાનોના ભાડવાતોએ પોતાનાં ભાડા ભરપાઈ કરી દીધા હતા ને હવે 39 દુકાનોમાં રૂા. 14,74,000ની રકમ વસુલવાની બાકી નિકળે છે. તેઓને પણ વધુ એક નોટીસ આપીને તેઓને ભાડા ભરી જવા તાકિદ કરી છે ને તા. 21 થી 2એ દરમ્યાન તેઓની દુકાનો સીલ કરવામાં આવશે તેમ જણાવી દેવામાં આવ્યું છે. 39 દુકાનોનાં ભાડાઓ બાકી છે તેમાં પાટણની વાદી સોસાયટી સામેની 53 દુકાનો પૈકી 27 વાદી સોસાયટી પાસે સુભાષચોકમાં આવેલી 15 પૈકી એક, સુભાષચોક માર્કેટની 12 પૈકી ચાર, પંચોલીપાડા સામેની 9 દુકાનો પડી એક, પાલિકા બજારની 1 બે, મહાત્મા ગાંધી કોમ્પ્લેક્ષની એક, ખાડીયા નહેરુ શોપીંગ સેન્ટરની બે દુકાનોમાં મોટી રકમનાં ઘણાં વર્ષોથી ભાડા બાકી નિકળે છે.