A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरेगुजरात
Trending

જેતપુરપાવી તાલુકાના રતનપુર ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

મહાનુભાવો દ્વારા વિકાસ રથનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ” ઉજવણીનો માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રીશ્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસયાત્રાને જનજન સુધી પહોંચાડવા ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના રતનપુર ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સહિત મહાનુભાવોએ ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવાએ વિકાસ સપ્તાહ અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામા આવ્યું હતું. વિકાસ સપ્તાહ દરમિયાન વિકાસ રથના માધ્યમથી ઉપસ્થિત સૌએ સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી નિહાળી હતી. કાર્યક્રમના અંતે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલ, મામલતદાર સોનાલીબેન ઓઝા, સરપંચ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Show More
Back to top button
error: Content is protected !!