A2Z सभी खबर सभी जिले की

“રાજકોટ માં દંડ માં રાહત ના નિર્ણય થી વાહન ચાલકો માં હાશકારો “

રાજકોટ -હાલ ચોમાસાની ઋતુમાં ભીના રસ્તા, પાણી ભરાવા અને વધતી અવરજવર વચ્ચે નાગરિકોને હેલ્મેટ કાયદાની કડક અમલવારી મુશ્કેલીજનક સાબિત ન થાય – ત્યારે સરકાર પણ જનહિત માટે સંવેદનશીલ હોય પ્રજાની સુવિધા માટે યોગ્ય નિર્ણય લેશે એવી પૂર્ણ આશા સાથે ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને હેલ્મેટ કાયદા ની કડક અમલવારી મોકૂફ રાખવા બાબતે વિશેષ રજૂઆત કરતા રાજકોટ ના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ , ઉદયભાઈ કાનગડ , રમેશભાઈ ટીલાળા ..
“અંતે પ્રજા નો વિજય સોસીયલ મીડિયા માં પ્રજા એ હેલ્મેટ નો વિરોધ કરતા તેના પડઘા છેક ગાંધીનગર માં પડતા હાલ કડક નિર્ણય માંથી રાહત મળી ”
રાજકોટ માં હેલ્મેટ ના કાયદા ને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે રાજ્ય ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સપષ્ટતા કરવામાં આવી છે કે હેલ્મેટ ના કાયદા ની તુરંત અમલવારી કરવામાં આવશે નહિ. આ નિર્ણય રાજકોટ ના ધારાસભ્યો દ્વારા ગૃહમંત્રી સાથે કરેલ રજુઆત બાદ લેવામાં આવ્યો છે …

જોકે અગલે દિવસે ચાલુ વરસાદે હજારો લોકો પાસે લાખો  નો દંડ ઉઘરાવ્યો બાદ જનઆક્રોશ થી અને ઉપર થી સૂચના આવવાથી પોલીસ ની નીતિ આજે બદલી હતી
આજે તા -09/09 ના રોજ પોલિસ દ્વારા સવારે હેલ્મેટ પહેરનાર નું ગુલાબ આપી સન્માન કરતા હતા .

અહેવાલ -હાર્દિક ચંદારાણા રાજકોટ થી ….

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!