
“મને મારુ ગોકુળિયું ગામ ગાધકડા બહુ યાદ આવે છે”
ગાધકડા ગામમાં પ્રવેશતા જ પ્રવેશદ્વાર બહુ યાદ આવે હવે એ ગેટ આધાત આપી ગયું. ભલે એ દેખાવડું હતું.પણ જુનાગઢનાં નવાબ ‘હામદ ખાન’ નાં વખતનો એ સદીઓ જુનો દરવાજો હવે ત્યાં નહોતો.
મને મારુ બાળપણ અને એ ગામ બહુ યાદ આવે છે ,
ગેઇટ ની બાજુ માં એ બાલમંદિર બહુ યાદ આવે છે ,
મને ભાણવતા મારા એ બાલમંદિર ના મેડમ ગીતાબેન બહું યાદ આવે છે .
મને મારુ બાળપણ અને ગામ ની પ્રાથમિક શાળા બહુ યાદ આવે છે ,
શાળા ની બહાર મસ્ત ચોક હતો અને એ ચોક માં લીમડા નું મસ્ત ઝાડ હતું એ ઝાડ નો છાંયો મને પાછો બોલાવે છે ,
સાથે મળી ને જતા મિત્રો સૌવ સાથે નિશાળે ,
એ શાળા મને બહુ યાદ આવે છે ,
મને મારી પ્રાથમિકશાળા જ્યાં 1 થી 7 ધોરણ ભણ્યા એ બાળપણ બહુ યાદ આવે છે ..
મને મારુ બાળપણ કે જ્યાં 8 થી 10 ધોરણ ભણ્યા એ ગામ ની માધ્યમિકસ્કૂલ બહુ યાદ આવે છે ,
જેમાં મને ભણાવતા મારા દરેક ગુરુ મને બહુ યાદ આવે છે . જેમાં અંગ્રેજી -કિશોરભાઈ રાવ સાહેબ , ગુજરાતી -મનુભાઈ કોરાટ સાહેબ ,હિન્દી -હેમલત્તાબેન , ગણિત – કાંતિભાઈ ચંદારાણા સાહેબ , સમાજવિધા -ઘનશ્યામભાઈ દેવમુરારી સાહેબ એ ભણતર ની તો વાત જ ના થાય મજ્જા હી મજ્જા હતી અને સાવ ભાર વગર નું ભણતર હતું ..
મને મારુ બાળપણ કે જે ગાધકડા જ્યાં વર્ષો જૂનું ફુલીયા હનુમાનજી દાદા નું મંદિર બહુ યાદ આવે છે ,
મસ્ત શાંત અને રમણીય વાતાવરણ અને એ હનુમાનદાદા ની આરતી કરતા એ ભાસ્કરદાદા જાની (લાલાદાદા )બહુ યાદ આવે છે …
મને મારુ બાળપણ કે ગાધકડા જ્યાં વર્ષો જૂની પાદર આવેલ એ ફુલઝર નદી ખુબજ યાદ આવે છે કે જ્યાં અમે ધુબકા દઈ ન્હાતા એ ફુલઝર નદી ના નીર બહુ યાદ આવે એ નાનપણ હજી ભૂલી નથી શકતા ….
મને મારુ બાળપણ કે જે ગાધકડા જ્યાં વર્ષો નીલકંઠ મહાદેવ( શિવાલય ) નું મંદિર બહુ યાદ આવે છે ,
સંધ્યા ટાણે પહોંચતા એ નીલકંઠ મહાદેવ મંદિર એ નગારું વગાડવા પેલું એ ઝાલર નો ઝણકાર બહુ યાદ આવે છે …..મને મારા ગામનું શિવાલય મંદિર બહુ યાદ આવે છે …
મને મારુ બાળપણ કે જે ગાધકડા જ્યાં પ્લોટ વિસ્તાર માં આવેલ રામાપીર નું મંદિર બહુ યાદ આવે છે ,
એ ભવ્ય રીતે “બીજ ” ઉજવણી કરતા અને પ્રસાદી માં ખીર નો સ્વાદ હું કેમ ભૂલી શકું ..
રામાપીર દાદા ની આરતી એ અશોકભાઈ ગોંડલીયા દ્વારા કરવા માં આવતી એ આરતી નો જનકાર હું આજ સુધી ભૂલી શક્યો નથી …
મને મારુ બાળપણ કે જે ગાધકડા જ્યાં પ્લોટ વિસ્તાર માં આવેલ રામજીમંદિર બહુ યાદ આવે છે ,
નવરાત્રી માં એ લાઉડસ્પીકર થી ગરબા ગાતા અને આખું મંદિર શણગારતા એ દિવસો મને યાદ આવે . ભોજલરામબાપા ની તીથી પ્રસાદી માં એ ગુંદી અને ગાંઠિયા ઍ કેમ ભૂલી શકાય ..દરેક તહેવારો આ રામજી મંદિર ઉજવતા એ દિવસો કેમ ભુલાય ..
ઝાલર અને નગારા સાથે દરરોજ રામજી મંદિર અચૂક પોચી જતા એ આરતી કરનાર જગદીશભાઈ ગોંડલીયા ને કેમ ભૂલી શકીયે એ આરતી પત્યા પછી ચરણામતઃ હાથ માં દૂધ આપતા એ હાથ પેન્ટ લૂછી ઘરે જત્તા એ દિવસો ક્યાંથી ભુલાય ….
મને મારુ બાળપણ કે જે ગાધકડા ગ્રામ્ય વિસ્તાર માં આવેલ આશાપુરા માતાજી નું મંદિર બહુ યાદ આવે છે ,
આશાપુર મંદિર એ ગાધકડા નું નહિ પરંતુ દૂર – દૂર થી લોકો સુધી પ્રખ્યાત છે . આ આશાપુરા માં ની આરતી આશારામબાપુ ગોંડલીયા દ્વારા કરવા માં આવે છે એ આરતી મને આજે પણ નજરે તરે છે ..
જ્યાં નવરાત્રી માં રમેશભાઈ ધામી દ્વારા દરેક લોકો ને નોટ પેન વગેરે વસ્તુ આપતા એ બહુ યાદ આવે
ગાધકડા ની દ્વારકાધીશ ની હવેલી તો કેમ ભૂલી જ શકાય આ હવેલી માં વૈષ્ણવો દ્વારા ભજન કીર્તન કરવા માં આવે છે.. એ દિવસો આજે પણ યાદ આવે છે ..
પેલા નોતા મોબાઈલ કે ટાવર કે નોતા વોટ્સપ , ફેસબુક , ઇંસ્ટાગ્રામ ત્યારે આ પોસ્ટ ની ટપાલ પેટી બહુ જ યાદ આવે છે …અને પત્ર ની વાટ જોવાતી એ દિવસો બહુ યાદ આવે .., અને કનુભાઈ વાઘેલા પોસ્ટ માસ્ટર અને રસિકભાઈ ટપાલી એ ટપાલ દેવા આવતા એ દિવસો કેમ ભૂલી શકું ….
આ ગાધકડા નો વર્ષો જૂનો કૂવો અને ભણવા જતા ત્યારે કૂવાની પાળી એ બેસતા આ કૂવાની પાળી બહુ યાદ આવે છે ….
ઉપર છે એ બાપા સિતારામ ના ઓટલો છે અહીં દર્શન કરી દિવસ ની શરૂઆત કરતા … અહીં એં સીતારામ સીતારામ સીતારામ જય સીતારામ એ મ્યુજિક આજે પણ મારા કાન માં સાંભળતું હોય તેવું લાગી રહીયુ છે …
મને મારુ ગોકુળિયું ગામ ગાધકડા અને આ બસ સ્ટેન્ડ બહુ યાદ આવે છે
ગાધકડા માં અભ્યાસ 10 સુધી જ હતો આગળ અભ્યાસ કરવો હોય તો પછી ગાધકડા થી 18 કિમિ સાવરકુંડલા જાવું પડતું જેથી સવારે ઉઠી 6.30 બસ સ્ટેન્ડ આવી જતા અને પહેલી બસ ભોકરવા – સાવરકુંડલા બસ માં બેસી જતાં જેથી આ બસ સ્ટેન્ડ તો કેમ ભૂલી શકાય …….
મને હજી સપના માં આંખ બંધ કરું તો પણ મારી જન્મ ભૂમિ અને મારુ વતન ગાધકડા બહુ યાદ આવે છે ….
ગામની શેરીઓ સુમસામ હતી.કોઈ માણસનું જ્ણ્યું બજારમાં દેખાતું નહોતું.ચારેકોર શાંતી હતી. ચોકમાં જઈને જોયું તો,ચહલ પહલ અને દુકાનોથી ઘેરાયેલા એ ચોકમાં હવે ભાડે સાયકલ આપતાં ‘રમ્મભાઈ’ની દુકાન નહોતી.
પાંચીયા દસીયામાં ખીસ્સો ભરાય એટલી પીપરમેંટ અને ભુંગળા જ્યાં મળતા.એ રાજારામ દાદા ની દુકાન,અને વતયણા,પાટી,પેન્સિલ,ને ચેક રબર વેચતા,મીયા ફુસકી જેવી દાઢી ધરાવતા વ્હોરાજી ઈનાયત ભાઈ પણ હવે ત્યાં નહોતા.
બકાલુ વેચતા વજાભાઈ વાણીયા કે,કાસમભાઈ બકાલી ક્યાંય દેખાયા નહીં,શોપીંગમોલ જેવી દુકાનો હતી.
.દેરાસરનું એ જુનું અપાશ્રય,હવે આધુનિક થઈ ગયું હતું.ઉતારો એટલે કે ગ્રામ પંચાયતનું મકાન હવે ખંઢેર થયું હતું.નર્સબેન નું ક્વોટર જેની આગળ લીલીછમ મહેંદીની વાડ શોભતી.ત્યાં હવે ઉકરડાં હતા.અને એ ક્વોટર પણ એનું અસ્તિત્વ ટકાવવાં મથી રહ્યું હતું.
માટીની ઉંચી પાળી ઉપર થોર ની વાડ અને લાકડાની અણીદાર પટ્ટીઓથી બનાવેલો ઝાંપો,તેમજ જેના એકમાત્ર મકાન ઉપર સફેદ નળીયા હતા.એવા નાનુંભાઈ નું એ મકાન જ હવે ત્યાં નહોતું.ગઢવી નું છેવાડું ખોરડું પણ નહોતું.ને કાનાબાપાની પીપર પણ હવે ત્યાં નહોતી.
રાજી મા ના મકાનની એ કાચી દિવાલ,જેની સરસી અમારી ઠેરીની ‘ગબી’રહેતી એ દિવાલ હવે સીંમેટ ની હતી ને શેરીમા પેવર બ્લોક…
આંબલી પીપળી,મોઈ ડાંડીયો,ચોર સિપાહી,અને ગોળ ગોળ ફરતો ભમરડો…
જેની વર્તુળાકાર ફેરીનાં વમળની સાથે હું સ્મૃતિઓમાં ઉંડો ઉતરી ગય
ત્યાંજ અચાનક…
બાઈક નો હોર્ન સંભળાયો…
એક યુવાન બાઈક ઉપર ત્યાંથી નીકળ્યો અને મારી સામે અચરજ ભરી નજરે જોતો જતો રહ્યો..
મારાં સ્મરણો તુટી ગયાં,જે હતું એ કશું જ હવે ત્યાં નહોતું…છતા એનો એટલો અફસોસ નહોતો…
હશે…
સમય છે,કાળ નો નિયમ છે,બધુ બદલાય જાય..પણ એક વાત નો અફસોસ બહું થયો.
કોઈ પણ અજાણ્યા માણસ ને જોઈને ‘રામ રામ’ કહેવાનો રિવાજ પણ હવે ત્યાં નહોતો.
સપનું પુરુ થયું…
નીંદરમાથી જાગ્યો અને વિચાર આવ્યો કે…
સપનામાં જોયેલું મારું ગામ એ ખરેખર એજ ગામ હતું..?
જ્યાં મારું બાળપણ વિત્યું હતું..?
ના..એ તો મારી સ્મૃતિઓમાં હતું. વાસ્તવમાં આખુને આખુ ગામ હવે ત્યાં નહોતું..
અહેવાલ – હાર્દિક ચંદારાણા રાજકોટ ..,
અપને મજ્જા આવે તો ગાધકડા ના દરેક લોકો સુધી શેર કરો જેથી તેમને પણ વતન ની યાદ આવવા લાગશે …..