गुजरात

પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં બે આખલાઓ યુદ્ધે ચડતા દોડધામ મચી

 

અવાર નવાર જોવા મળતા આખલા યુદ્ધના દ્રશ્યો ને લઇ પાલિકાની ઢોર ડબ્બાની કામગીરી સામે સવાલો ઉઠ્યાં પાટણ નગર પાલિકાની રખડતાં ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ ફકત કાગળ પરની હોય તેવી પ્રતિતી પાટણ શહેરના જાહેર રસ્તાઓ પર અવાર-નવાર જોવા મળતા આખલા યુદ્ધ ના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.

પાટણ શહેરના અંબાજી નેળિયા માં  સાંજ ના સમયે બે અખલાઓ નું યુદ્ધ જામતાં વિસ્તારમાં હડકંપ મચી જવા પામી હતી. લોકો ની ભારે અવર જવર વાળા અંબાજી નેળિયા વિસ્તાર માં જામેલા આખલા યુદ્ધ ને લઇ લોકો  ભયમાં મુકાયાં હતાં ત્યારે આ આખલા યુધ્ધ ને શાત પાડવા વિસ્તારમાં રહેતા યુવાનોએ છુટા હાથે પથ્થર મારી  લડતા આખલા ઓને વિસ્તાર માથી ભગાડતા આ વિસ્તારના વેપારીઓ સહિત રાહદારીઓએ રાહત નો દમ લીધો હતો.

Related Articles

પાટણ શહેરના જાહેર માગૅ પર અવાર નવાર જોવા મળતા આખલા યુદ્ધ ના બનાવોને લઈને પાટણ પાલિકા ની રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામ ગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને પાલિકાની ઢોર ડબ્બે કરવાની કામગીરી ફક્ત કાગળ પર હોવાનો ગણગણાટ પણ લોકો મા સાભળવા મળ્યો હતો.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!