A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेअमरेलीगुजरातदाहोदमहुवावडोदरासूरत

ભાવનગર વિછીયા એસ.ટી બસની અનિયમિતતાથી મુસાફરોમાં રોષ

વલભીપુર

 

ભાવનગર વિછીયા એસ.ટી બસની અનિયમિતતાથી મુસાફરોમાં રોષ

 

Related Articles

 

થોડા દિવસ શરૂ રહે ફરી પાછી બંધ થાય તેવી આ રૂટની સ્થિતી

 

ભાવનગર વિછીંયા લોકલ બસની અનિયમિતતાથી અપડાઉન કરતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.બંધ કરાયેલી બસ શરૂ થાય અને કયારે બંધ થાય તેનુ નક્કિ નથી હોતું.

 

ભાવનગર વિછીંયા લોકલ બસ જે ભાવનગરથી સવારે 7 વાગે ઉપડતી હોવાથી વલભીપુર ગઢડા ડેપો સંચાલીત તેમજ વચ્ચે આવતા અન્ય

નાના મોટા ગામડાઓમાંથી નિયમીતપણે અપડાઉન કરતા વેપારીઓ, ફેકટરીઓમાં મજુરી કામ માટે જતા લાકો અને વલભીપુર ખાતે આવેલ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમયવાળી આ બસ હોય તેમ છતાં આ રૂટને વારંવાર કેન્સલ કરવામાં આવી રહ્યો છે.

લોકલ બસ હોવાથી દરેક વર્ગને ભાડુ પોસાય તેમ હોય ઉપરાંત સવારનો સમય હોવાથી સામાજીક,ધંધાના કામ સબબ

લોકોને અનુકુળ છે અને આ રૂટને ગઢડા ડેપો દ્વારા વારંવાર કેન્સલ કરવામાં આવે છે અને આ બસ ચાર દિવસ હોય તો પાછી બે દિવસ શરૂ હોય આ અંગે પુછપરછ કરવામાં આવે તો ડ્રાઈવર રજા ઉપર હોવાથી આ બસ હાલ બંધ છે તેવો જવાબ આપવામાં આવે છે. એસ.ટી. તંત્રના આવા ઉડાવ જવાબ તેમજ આ બસને નિયમિત કરવા માટે વલભીપુરના મહેશભાઇ બી.ડાવરા દ્વારા ગઢડાના ધારાસભ્ય, એસ.ટી. નિયામક ને રજુઆત કરી છે.

Show More
Back to top button
error: Content is protected !!